બગસરાના શાપરમાં ઉપસરપંચ ઉપર દીપડા નો હુમલો

બગસરા,બગસરા તાલુકાના શાપર ગામના ઉપસરપંચ ઘેલાભાઈ ભાદાભાઈ સુવાગિયા ઉ.વ.45 ઉપર દીપડાએ વહેલી સવારે હુમલો કર્યો હતો તેમાં ઠંડીની તુ હોવાથી ગળા પર શાલ વિટેલી હોવાથી ગળા પર ભટકું ભરવા જતા દીપડાના મો માં શાલ ભરાય જતા જમણા હાથ પર પંજાથી થાપો માર્યો જેને કારણે જમણા હાથ ઉપર ત્રણ નાખુંન થી ઘાયલ થયા હતા.તેજ સમય દરમ્યાન બાજુની ખેતર વાડીમાં કામ કરતા મજૂરો આવી જતા દીપડો ભાગી છૂટ્યો હતોઆ હુમલાના સમાચાર વાયુવેગે ફેલાતા આ ગામની સીમમાં રહેતા ખેત મજૂરો તેમજ ખેડૂતોમાં ભયનું વાતાવરણ જોવા મળેલ છે તેમજ શાપર ગામ માં માધ્યમ આવેલ પ્રાથમિક શાળા નજીક એક વાછરડા નું મારણ કરેલ જેના કારણે ગામ આખું ભય નું વાતાવરણ ઉભું થયેલ છે .તો તાત્કાલિક આ દીપડાને વનવિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠીછે. આ અંગે કુંકાવાવના આરએફઓ રાજલ પાઠકે જણાવ્યુ હતુ કે જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી ગઇ હતી અને સ્થળ તપાસ કરતા ત્યાં દિપડો હોવાના કોઇ આધાર પુરાવા મળ્યા નથી દિપડાના પગના કોઇ નિશાન જોવા મળ્યા નથી ખેડુતને ઇજાના શરીરે કોઇ નિશાન જોવા મળ્યા નથી એવુ બને કે ગાડી પરથી પડી ગયા હોય અને હાથમાં છોલછાલ થઇ હોય તેવી શક્યતા હોવાનું રાજલબેન પાઠકે જણાવ્યુ છે.