બગસરાના શાપરમાં પ્લોટ નહી અપાય તો ઉપવાસ આંદોલન

અમરેલી, (ડેસ્ક રીપોર્ટર)બગસરાના શાપર ગામના અનુ. જાતિના લોકોએ સરકારશ્રીની યોજનામાં મફત પ્લોટ ફાળવવા અંગે લેખીત અને મૌખિક રજુઆત કરી હતી. ગરીબી રેખા હેઠળ જીવતા હોવાના તમામ આધાર પુરાવાઓ આપવા છતાં આજ દિન સુધી અમોને ન્યાય મળેલ ન હોય. આ અંગે તમામ અરજી અહેવાલ કરવા છતાં અમારી માંગણીનો કોઇ પ્રત્યુતર અમોને પાઠવેલ ન હોય. તા. 03/03/2020 ના લેખીત રજુઆત અમો દ્વારા કરવામાં આવેલ. છતા આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ ન હોવાથી. લલીતભાઇ સોલંકી, હંસાબેન રાઠોડ સહિત અનુ. જાતિના લોકએ કલેકટરને આવેદન પત્ર પાઠવી ને રજુઆત કરી હતી. મફત પ્લોટ ફાળવવામાં નહિ આવે તો કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરાશે તેવી ચિમકી ઉચારી હતી.