બગસરાના શીલાણામાં મહિલા સરપંચના પતિને ધમકી આપી

અમરેલી, બગસરા તાલુકાના શીલાણા ગામે રહેતા જગદીશભાઈ વાલાભાઈ ચાવડા અનુજાતી ઉ.વ.45 ના પત્નિ સરપંચ હોય.
બગસરાના ખીજડીયા ગામના જોરૂ બસીયાએ તા.16/9/22 ના રાત્રિના 9,00 કલાકે મોબાઈલમા ફોન કરીને ખીજડીયા ગામે બોલાવતા જવાની ના પાડતા જોરૂ બાઈક લઈ જગદીશભાઈના ઘરે જઈ તલવાર કાઢી ઘરના ફળિયામા હુમલો કરવા પ્રવેશ કરી ધમકી આપી જગદીશભાઈને જોરૂના મામા દાદભાઈના નામનો પ્લોટ કાઢી આપવાનું કહેલ.જે પ્લોટ કાઢી નહી આપતા જણાવેલ કે નહી કાઢી આપવો હોયતો રાજીનામું આપી દેજો તેવી ધમકી આપી તેમજ સમાધાન કરવા ગામના ધીરૂભાઈ મારફત રૂ/-10,000 આપવાનું કહેતા ના પાડતા જ્ઞાતિ પ્રત્યે હડધ્ાુત કર્યાની બગસરા પોલિસ મથકમા ફરિયાદ નોંધાવી છે.