બગસરાના સરકારી તંત્ર દ્વારા કન્ટેનમેન્ટની કામગીરી કરાઈ

  • બગસરામાં કોરોનાનો કેસ નોંધાયો
  • બગસરા નગર પાલિકા ઉપપ્રમુખ નિતેષ ડોડીઆની ઉપસ્થિતી

બગસરા,
બગસરામાં આજ રોજ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો વિગત અનુસાર બગસરામાં કુંકાવાવ નાકા પાસે આવેલ આપાગીગાની જગ્યા સામેના નાકામાં મુસ્લિમ મહિલા ઉ.વ.45 ને કોરોના પોઝિટિવ જણાતા બગસરામા કોવિડ19 નો કેશ નોંધાયો હતો જે હાલમાંજ જૂનાગઢ તેમના સંબંધીને કોવિડ – 19 ના દર્દી ની ખબર અંતર પૂછી ત્યાંથી બગસરા પરત આવતા તેમના આરોગ્ય વિભાગ દ્વારા તેમના કોવિડ -19 ના સેમ્પલ લેવાયેલ જે હાલ અમરેલી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાછે બગસરામાં આવેલ પોઝિટિવ કેસના સ્થળ પર બગસરા મામલતદાર તલાટ તેમજ સ્ટાફ બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી તેમજ હેડ ક્લાર્ક ખીમસૂરિયા તેમજ ફાયર સ્ટાફ તેમજ બગસરા પી.આઇ. મકવાણા તેમજ પોલીસ પી.એસ.આઈ રાઉ તથા સ્ટાફ ના જવાનો હાજર રહ્યા બગસરા નગર પાલિકા ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ સ્થળ પર હાજર રહ્યા હતા અને આ વિસ્તારને આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝર કરી આ વિસ્તારને કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવેલ હતો.