બગસરાના સુડાવડમાં દિપડાના આંટા ફેરા

બગસરા,
બગસરાના સુડાવડ ગામે છેલ્લા ઘણા સમયથી દીપડાની રંજાડ જોવા મળે છે થોડા સમય પહેલા દીપડા નો આંતક હતો ત્યારે અનેક લોકો ને ફાડી ખાધા હતા અત્યાર હાલ ફરી સાપર સુડાવડ ની આસપાસ દીપડો આટા ફેરા મારતો જોવા મળ્યો હતો હાલ ખેડૂતોને ખેતી ની સિઝન હોય ત્યારે ખેતરમાં અવર જવર કરવી ભારે મુશ્કેલી થઈ ગઈ છે ત્યારે ખેડૂતો ખેતરોમાં છતાં ડર અનુભવે છે ત્યારે જાગૃત સરપંચ સુડાવડ ના ચતુરભાઈ સવજીભાઈ હિરપરા દીપડાના આટા ફેરા જોતા વનવિભાગને જાણ કરી છે ત્યારે ત્યારે આ દીપડાને તાત્કાલિક પકડી પાડવા માં આવે તેમ વનવિભાગને ખેડૂતોની માંગ ઉઠી છે.