બગસરાના હુલરીયા ગામની સીમમાં ઝેરી જનાવરે દંશ મારતા પ્રૌઢનું મોત

અમરેલી, બગસરા તાલુકાના હુલરીયા ગામની સીમમાં બાબુભાઇ ભગવાનભાઇ ચૌહાણની વાડીમાં નારણભાઇ લખમણભાઇ કોળ ઉ.વ.50 પાણી વાડતા હતા ત્યારે કોઇ ઝેરી જનાવરે પગમા દંશ મારતા મોત નિપજયાનું હાર્દિકભાઇ નારણભાઇ કોળ રહે.સરંભડા વાળાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.