બગસરાના 31 ગામોના 4000 રત્ન કલાકારોનું શ્રી પિયુષ ઠુંમરને ખુલ્લુ સમર્થન

  • 4000 જેટલા રત્ન કલાકારોને શ્રી પિયુષ ઠુંમર રૂબરૂ મળ્યા
  • તમામ સમાજમાંથી આવતા 31 ગામોના 4000 જેટલા રત્ન કલાકારોએ શ્રી પિયુષ ઠુંમરને વિજયી બનાવવા માટે ખુલ્લુ સમર્થન આપી એકતાના દર્શન કરાવવા કોલ આપ્યા

અમરેલી,બગસરા તાલુકાના બગસરામાં રોજી માટે આવતા 4000 જેટલા રત્ન કલાકારોને અપક્ષ ઉમેદવાર શ્રી પિયુષ ઠુંમર રૂબરૂ મળ્યા હતા અને બગસરાના આ 31 ગામોના 4000 રત્ન કલાકારોએ શ્રી પિયુષ ઠુંમરથી અને તેમની કાર્યશૈલી તથા તેમના વ્યક્તિત્વને જોઇને તેમને ખુલ્લુ સમર્થન આપ્યુ હતુ.તમામ સમાજમાંથી આવતા 31 ગામોના 4000 જેટલા રત્ન કલાકારોએ શ્રી પિયુષ ઠુંમરને વિજયી બનાવવા માટે ખુલ્લુ સમર્થન આપી એકતાના દર્શન કરાવવા માટે સ્વયંભુ અભુતપુર્વ કોલ આપ્યા હતા અને શ્રી પિયુષ ઠુંમર જેવા સ્વચ્છ અને દરેક વખતે દરેક લોકોને મદદરૂપ થનારા સાચા અને સારા વ્યક્તિને વિજેતા બનાવવા માટે કામે લાગી જવાનો નિર્ધાર કર્યો છે.