બગસરાની નાની બઝારમા આવેલ વીજપોલમા શોર્ટ સર્કિટ થતાં બે કલાક વીજ પુરવઠો ખોરવાયો

  • પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરતા નુકશાન થતા અટક્યું

બગસરા,
બગસરામાં આવેલ નાનીબઝારમાં રાત્રીના 11 વાગ્યાની આસપાસ પીજીવીસીએલના પોલમાં લગાવેલ ફ્યુઝમાં એકા એક શોટસર્કિટ થતા જોત જોતામાં ભયંકર ધડાકા સાંભળવા મળેલ અને વાયરો સળગવા લાગેલ ત્યારે ત્યાં રહેતા રહેવાસીઓ દ્વારા પીજીવીસીએલની કચેરીમાં જાણ કરતા પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરતા બઝારમાં આવેલ દુકાનોને નુકશાન થતા અટકાવ્યું હતું પરંતુ આગ એવી લાગતા ત્યાંથી સપ્લાય થતા વાયરો સળગી ઉઠ્યા હતા પરંતુ લોકોની સમજદારીને પીજીવીસીએલના કર્મચારીઓની સુજબુજથી વીજ પુરવઠો બંધ થતાં આગ વધુ આગળ પ્રસરી સાકી ના હતી ને જાન માલને મોટું નુકસાન થતા અટક્યું હતું અને પીજીવીસીએલ ના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલ હતા