બગસરાની બજાર સાંજના 6 વાગ્યાથી બંધ

  • સંસ્થાઓ તેમજ વેપારીઓનો સ્વૈચ્છીક નિર્ણય
  • શહેરની સંસ્થાઓ દ્વારા દુકાને દુકાને જઇને પત્રિકાનું વિતરણ કરાયું

ભારત અને ગુજરાતમા કોરોના વાઇરસ વધતો જાયછે શહેરો બાદ ગ્રામ્યવિસ્તારમાં પણ કોરોના કેસ વધી રહ્યાછે ત્યારે અમરેલી જિલ્લામા પણ પરિસ્થિતિ બનેલછે બગસરા શહેરની વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ સહિતની સંસ્થાઓ તેમજ શહેરમાં આવેલ વેપારી એસોસિએશન દ્વારા આજ રોજ શહેરની નાની મોટી દુકાનો ઉપર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ રાણીગા વિનુભાઈ ભરખડા વેપારી મહામંડલના પ્રમુખ ભાવેશભાઈ મશરાણી જયશુખભાઈ ઘાડિયા નટુભાઈ ભુપતાની હરેશભાઈ પટ્ટણી બગસરા નગરપાલિકા ઉપ પ્રમુખ નિતેષ ડોડીયા રશ્વિનભાઈ ડોડિયા બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા મુકેશભાઈ ગોંડલિયા પ્રવીણ બોરડ રમેશ હીરપરા નગરપાલિકાના હેડ ક્લાર્ક ભરતભાઈ ખીમસૂરિયા સહિતના આગેવાનોએ રૂબરૂ દુકાનોમા જઈને બગસરા શહેરના વેપારીઓ પોતાના ધંધા રોજગાર સાંજના 6 વાગ્યાથી સ્વૈછીંક રીતે બંધ રાખશે તેવી પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતુ અને આ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્ટનું ચુસ્ત પણે અમલ કરવામાં આવે તેવા સૂચનો કરેલ હતું તેમજ બગસરા નગર પાલિકા દ્વારા ગુજરાત સરકારશ્રીના આદેશ અનુસાર નગરપાલિકાના ઘરવેરા તથા દુકાનવેરામાં રાહત યોજના બહાર પાડેલછે ત્યારે બગસરા નગરપાલિકાના ઉપ પ્રમુખ નિતેષ ડોડીયા નગરપાલિકા સદસ્ય એ.વી.રીબડીયા રશ્વિનભાઈ ડોડીયા દ્વારા જણાવેલ કે બગસરા નગરપાલિકામાં ઘરવેરા અને દુકાનવેરાની આવક આશરે એક કરોડ એસી લાખ જેવીછે ત્યારે તા.31/7/2020 સુધીમાં ઘરવેરો ભરી આપે તેને 10% રાહત કરી આપવામાં આવશે તેમજ કોમર્શિયલ એકમનો વેરો તા.31/8/2020 સુધીમાં ભરી આપે તેને 20% રાહત કરી આપવામાં આવશે તો શહેરની જનતા ઉપરકોત દર્શાવેલ તારીખ સુધીમાં પોતાના વેરા ભરી આપે અને આ રાહત યોજનાનો લાભ લે તેમ જણાવ્યું હતુ અને સરકારશ્રી દ્વારા જે ગાઈડ લાઇન બહાર પાડશે તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે તેમ અંત મા જણાવેલ હતુ.