બગસરાની સીમમાં કરાયેલ ગાંજાનું વાવેતર પકડી પાડતી અમરેલી એસઓજી

અમરેલી,
પોલીસ મહાનીરીક્ષક ભાવનગર વિભાગ અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહની સુચનાથી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એસએમ સોની તથા એસઓજી ટીમને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય એસઓજીની ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે બગસરા ગામે માળ ગામની સીમ તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં ગોગનભાઇ રામભાઇ શેખ રહે.બગસરા ગોકુળપરાવાળાએ પોતાના કબ્જા ભોગવટાના વાડી ખેતરમાં કપાસના પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર કર્યાની બાતમી મળતા વનસ્પતી જન્ય લીલા ગાંજાના છોડ 6 નંગ 5 કિલો 50 ગ્રામ રૂા.25,250 મોબાઇલ સહિત રૂા.25,750 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.