બગસરાનો મુંજીયાસર ડેમ સતત ચોથી વખત ઓવરફ્લો

અમરેલી,
અમરેલી જિલ્લામાં સાર્વત્રીક વરસાદ સાથે હવામાન વિભાગની આગાહીનાં પગલે ગઇકાલથી સતત વરસાદ પડતા નદી નાળા તળાવો અને ચેકડેમો છલકાયા છે. બગસરા પંથકનાં ગામોમાં સારા વરસાદને કારણે મુંજીયાસર ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો હતો જ્યારે બાબાપુર નજીક સાંતલડી નદીમાં પુર આવ્યું હતું. આજુ બાજુના ગામોમાં ભારે વરસાદને કારણે જન જીવનને વ્યાપક અસર થઇ .