બગસરામાં આજે મુખ્યમંત્રીશ્રી રૂપાણીની જંગી જાહેરસભા

  • ધારી બગસરા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપનાં ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાનાં સમર્થનમાં
  • ધારી બેઠકનાં ભાજપનાં ઉમેદવાર શ્રી કાકડીયાને વિજય બનાવવા ભાજપની વિરાટ સભા યોજાશે
  • બગસરાનાં ઉત્સવ મેદાનમાં જિલ્લાભરમાંથી ભાજપ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉમટી પડશે

અમરેલી,
ધારી, બગસરા, ખાંભા વિધાનભા પેટા ચુંટણી અંતર્ગત પેટા ચુંટણી અંતર્ગત ભાજપનાં ઉમેદવારશ્રી જે.વી.કાકડીયાને જંગી લીડ સાથે વિજય બનાવવા બગસરામાં આજે તા.29 ગુરૂવારે બપોરે 3 વાગ્યે ઉત્સવ મેદાન ખાતે વિરાટ જાહેરસભા યોજાનાર છે.
આ જાહેરસભામાં ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત પ્રદેશ ભાજપનાં યશસ્વી અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સંબોધન કરશે.
ચુંટણી અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા યોજાનારી જંગી જાહેર સભામાં અમરેલી જિલ્લાભરમાંથી ભાજપ આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉમટી પડશે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની જાહેરસભાને કારણે અમરેલી જિલ્લાનાં ભાજપ કાર્યકરો આગેવાનોમાં નવા જોમ અને જુસ્સામાં વધારો થયો છે.
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા શ્રી જે.વી.કાકડીયાનાં સમર્થનમાં જાહેર સભા માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે.