બગસરામાં કોરોનાનો કેસ નોંધાયો

  • સરકારી તંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરી કરાઈ
  • બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી. રિબડીયા ઘટના સ્થળ પર હાજર

બગસરામાં આજ રોજ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો વિગત અનુસાર બગસરા મેઘાણી નગર શેરી ન. 3 માં રહેતા વૃધ્ધ જે હાલમાં જ સુરતમાં વહેવારીક કામે ગયેલા હાટ ત્યાંથી બગસરા પરત આવતા તેમના આરોગ્ય વિભાગ દ્વારા તેમના કોવિડ 19ના સેમ્પલ લેવામાં આવેલ હતા ત્યારે આજરોજ ઉપરકોત વ્યક્તિના રિપોર્ટ કોવિડ19 પોઝિટિવ આજ રોજ જાહેર કરેલ છે બગસરા માં આવેલ પોઝિટિવ કેસના સ્થળ પર બગસરા મામલતદાર તલાટ તેમજ સ્ટાફ બગસરા નગરપાલિકા ના ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી તેમજ હેડ ક્લાર્ક ખીમસૂરિયા તેમજ ફાયર સ્ટાફ તેમજ બગસરા પી.આઇ. મકવાણા ટાઉન જમાદાર ડામોર ગ્રામ્ય જમાદાર મધુભાઈ તેમજ પોલીસ સ્ટાફ ના જવાનો હજાર બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા સ્થળ પર હાજર રહ્યા હતા અને આ વિસ્તારને આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝર કરી આ વિસ્તારને કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવેલ હતો.