બગસરામાં ટાયર પંચરની દુકાન ધરાવતા શ્રી પરેશ ખીમસુરીયા નગરપાલિકાના પ્રમુખ બન્યાં

અમરેલી, બગસરા માં રહી ટાયર અને પંચર નો વ્યવસાય કરતા પરેશ ખીમસૂરિયા બગસરા ના સૌથી નાની વય ના નગરપાલિકા ના પ્રમુખ બન્યા છે ખૂબ નાની વયે મન માં ઠાની ને પરેશ ભાઈ બેઠા હતા કે કોઈ સંજોગોમાં માં નગરપતિ બનવું છે અને પોતાની મહેનત થિ આજ તેઓ બગસરા નગર પાલિકા ના પ્રમુખ બનવા પામ્યા છે પરેશ ભાઈસાયકલ લઈ ને પ્રચાર પ્રસાર માં ચૂંટણી દરમિયાન નીકળતા અને ઘરે ઘરે જઈ પ્રચાર કરતા વાહનો ના પંચર કરતા યુવાને ભાજપ માંથી ઉમેદવારી નોંધાવી અને જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયા એ આ યુવાન ની મહેનત જોઈ તેમને ટીકીટ આપી ત્યાર થી જ પોતે પોતાની સાયકલ લઈ ને પ્રચાર પ્રસાર કરવા રોજ બરોજ નીકળે સામાન્ય પંચર ની દુકાન ધરાવતા આ યુવાન ને ભાજપ માંથી બગસરા વોર્ડ નંબર 2 માંથી પરેશ ઉર્ફે ઇન્દુ કુમાર ખીમસૂરિયા એ ઉમેદવારી નોંધાવી અને શાનદાર જીત મેળવી હતી ત્યારે આજ રોજ આ સામાન્ય પંચર ટાયર ની દુકાન ધરાવતા આ ઇન્દુ કુમાર ઉર્ફે પરેશ ખીમસૂરિયા આજ રોજ નગરપાલિકા ના પ્રમુખ બન્યા હતા ત્યારે પરેશ ભાઈ ના મિત્ર બગસરા સંધિ મુસ્લિમ સમાજ ના પ્રમુખ રશીદ ઓઠા એ જણાવ્યું કે પરેશ ભાઈ નાની વયે ખૂબ મહેનતુ છે અને વહેલી સવારે પોતાની ટાયર પંચર ની દુકાને આવી જાય છે . પોતા માં સમાજ સેવા નો ગુણ છે એટલે તેઓ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી લડ્યા અને તેમને પોતાનો વિશ્વાસ હતો કે હું જીતી જઈશ અને પ્રમુખ પણ બનીશ ત્યારે હાલ તેઓ ની મહેનત રંગ લાવી અને તેઓ પ્રમુખ બન્યા છે હવે બગસરા નો ખુબ સારો વિકાસ થશે નું રશીદ ભાઈ એ જણાવ્યું હતું. ત્યારે લોકશાહી માં બધું શક્ય છે એક પંચર વાળો પણ નગરપતિ બની શકે છે નું આજ જુવા મળ્યું હતુ