બગસરામાં ટેકાના ભાવે મગફળી વેંચાણ માટે વાહનોની કતાર

બગસરા, બગસરા ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હોય આજે છેલ્લો દિવસ હોય ત્યારે બગસરા, વડીયા ને કુકાવાવ પંથકના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાહનો લઇ ટેકાના ભાવે મગફળી આપવા માટેની બગસરા માર્કેટિંગ યાર્ડ બહાર લાંબી વાહનોની કતાર જોવા મળી રહી હતી. સમીસાજ થી જ વાહનો આવી જતા વહેલી સવારે આશરે 120 થી 130 વાહનો જેવી લાંબી કતાર જોવા મળી રહી હતી.ટેકાના ભાવે મગફળી ખરીદવાનો આજે છેલ્લો દિવસ હોય ખેડૂતો બાકી હતા એમને એક જ સાથે બોલાવવામાં આવ્યા હતા.