બગસરામાં દૂષિત પાણીનાં વિતરણથી ઘરે ઘરે પાણીજન્ય રોગચાળો

બગસરા,
પુરવઠામાં પેધી ગયેલ કર્મચારી ઉપર ચીફ ઓફિસર ક્યારે પગલાં લેશે બગસરા નગરપાલિકામાં પાણી પુરવઠામાં પાણીના ટાંકા પર સર્વિસ કરતા કર્મચારીઓ પોતાની મનમાની હાંકતા હોય અનેક વાર રજૂઆત કરવા છતાં પાણી ના ટાકાની સામેના વિસ્તારમાં છ દિવસે પાણી વગર લોકો વલખા મારે છે છેલ્લા એક મહિના થયા પાણીની સમસ્યા માથા નો દુખાવો બન્યો છે પેલા એકાતરા પાણી આપતા હતા તે બંધ કરી હેરાનગતિ ચાલુ કરવામાં આવી છતે પાણીએ લોકોને છ દિવસે પાણી દેવામાં આવે છે આપણે જેમાં બેદરકારી રાખી સવારે મોડો વાલ ખોલી અને ઓછો વાલ ખોલી લોકોને કનડગત કરવાનું બંધ કરે કારણ કે હવે પ્રજા જાગી ગઈ છે બગસરા નગરપાલિકાના સત્તાધીશો બગસરા ની પ્રજા સાથે જેમ ફાવે તેમ વર્તન કરી અને લોકોને જવાબ દેતા નથી આપણે ચૂંટણી નગરપાલિકામાં જીતી ગયા એટલે સિંહ બની ગયા. લોકોનું જે થાવું હોય તે થાય આપણે કંઈ કરવાનું નથી સત્તા તો આજે છે ને કાલે નથી અને બગસરા ની પ્રજાને છેલ્લા એક મહિના થી દૂષિત પાણી આપી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે બગસરાની સિવિલ હોસ્પિટલમાં માંદગીના ખાટલા રોગચાળો સતત ફેલાઈ રહ્યો છે ઘરે ઘરે ઝાડા ઉલટી ના કેસો વધી રહ્યા છે આ દૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા છે એક તો છ સાત દિવસે પાણી આવે છે પ્રમુખ ફોન કરવામાં આવે તો કોઈપણ પ્રજાનો પ્રમુખ ફોન ઉપાડતા નથી આંખ આડા કાન કરતા હોય હાલમાં બગસરા નગરપાલિકાને ભાજપની સત્તા હોય છતાં તેને બિન જવાબદાર વ્યક્તિ ગણવા કે જવાબદાર તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે આ બાબતે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આસપાસની લોકો મહિલાઓ દ્વારા બેડા લઈ નગરપાલિકા એ જશે અને તેનો જવાબ નગરપાલિકાના ચીફ ઓફિસર જે જે ચૌહાણ તથા પ્રમુખ ખીમસુરીયા ને આપવો પડશે તથા પાણી પુરવઠામાં પાણીના ટાંકે પેધી ગયેલ રોજમદાર કર્મચારીઓને છુટા કરી અને નવા કર્મચારી ની ભરતી કરવી તેવી આસપાસના લોકોની માંગણી ઉઠી છે આ બાબતે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહી આવે તો ના છૂટકે વિજય ચોકમાં મંડપ નાખી જાગૃત એવા નાગરિક દ્વારા ઉપવાસ ઉપર ઉતારવાનું ચીમકી આપી છે બગસરા નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા હતી ત્યારે પાણી લાઈટ અને રોડના પ્રશ્ન બહુ જ ઓછા બન્યા હતા. હાલમાં ચૂંટણી નજીક હોય બગસરા નગરપાલિકા ના સત્તાધીશોને સાંસદોની ચૂંટણીમાં રસ નથી કે શું કે પ્રજાને હેરાન કરવાનું ચાલુ કર્યું છે આવી રીતે રહ્યું તો લોકો મત નો પણ બહિષ્કાર કરશે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.