બગસરા,
બગસરા પંથકમાં આજે સાંજના સમયે દોઢ કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો દિવસભર ભારે ઉકળાટ અને તડકો રહયા બાદ સાંજના સમયે વાતાવરણ બદલાયુ હતુ સાંજે પોણા પાંચએ વરસાદ શરૂ થયો હતો અને સતત દોઢ કલાક સુધી વરસાદ પડયો હતો અંદાજે પોણા બે ઇંચ જેટલો વરસાદ થયાનું જાણવા મળ્યુ છે બગસરા ઉપરાંત નાના મુંજીયાસર, મોટા મુંજીયાસર, નવી જુની હળીયાદ, માણેકવાડા સહિતના ગામોમાં પણ વરસાદ પડતા ખેડુતોમાં ખુશી વ્યાપી ગઇ હતી. વડિયા વિસ્તાર મા ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ મેઘરાજા ની ધોધમાર ઇનિંગ શરુ થતા રસ્તાઓ પર પાણી પાણી જોવા મળ્યા હતા. જોકે એકાએક આવેલા વરસાદ થી લોકોમાં પણ પોતાની વસ્તુઓ થાળે પાડવા માટે દોડા દોડ મચી હતી. તો બીજી બાજુ નિંદામણ નૂ કામ માટે એક અઠવાડિયા નો સમય મળતા ખેતીમાં પણ સોનારૂપી વરસાદ વરસ્યો હોય તેવુ જોવા મળી રહ્યું છે. જોકે એક બાજો સૂર્ય દર્શન અને એક બાજુ ધોધમાર વરસાદ જોવા મળતા બાળકો પણ તડકે તડકે મેં આવે ના ગીત ગાતા જોવા મળ્યા હતા.તો બીજી બાજુ ગ્રામપંચાયત દ્વારા ટાંચ ના ઢગલા શેરીઓમાં કરવામાં આવતા પાણીનો નિકાલ બંધ થતા મુખ્ય શેરીઓ એ નદીના રૂપ ધારણ કર્યા હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા