બગસરામાં નગરપાલિકા દ્વારા ખોદાયેલા ખાડા કોઈનો ભોગ લીધા બાદ જ પૂરાશે ?

બગસરા, બગસરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ કામ માટે ખોદેલા ખાડામાં વરસાદ સમયે એક બાળક પડી ગયા બાદ નજીકના લોકોને સતર્કતાને કારણે ડૂબતા બચ્યો હતો. પાલિકા કોઈનો ભોગ લેવાયા બાદ જ કામ પૂર્ણ કરશે ? તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.વિગત અનુસાર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના રિપેરિંગ કામ માટે કેટલાય દિવસથી બગસરા મામલતદાર કચેરી પાસે ઊંડો ખાડો ખોદવામાં આવેલો હતો.આજે આવેલા વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાતા નજીકમાં કોઈ પ્રકારનું સાઈન બોર્ડ ન હોવાને કારણે લોકો સામાન્ય રીતે અવરજવર કરી રહ્યા હતા તેવા સમયે એક દસ વર્ષનો બાળક અચાનક આ ખાડામાં સાયકલ સાથે પડી ગયો હતો. ગટર માટે ઉંડી ટાંકી તૈયાર કરવામાં આવેલી હોય નજીકના લોકો સતર્કતા બતાવી ઝડપથી તે બાળકને બચાવી લીધેલ ન હોત તો આ બાળકને ગંભીર ઈજા કે મૃત્યુ પણ થઈ શકે તેમ હતી. પાલિકા દ્વારા રીપેરીંગ કામ સમયે કોઈપણ સ્થળોએ સાવધાનીના કોઈ પ્રકારના બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાથી આવી ઘટનાઓ બનવા પામે છે. શું કોઈનો ભોગ લેવાયા બાદ જ આવા ખાડાઓ નું પુરાણ કરવામાં આવશે કે કેમ?