બગસરામાં પરિણીતાને મરી જવા મજબુર કરી

અમરેલી,
બગસરમાં રહેતી હિનાબેન જયેશભાઇ બોરીચાના ચારેક મહિના પહેલા જયેશ નાનજી બોરીચા સાથે પ્રેમ લગ્ન થયેલ. અને સયુકત કુટુંબમાં રહેતા હોય. પતિને અન્ય કોઇ છોકરી સાથે પ્રેમ સબંધ હોય તેની જાણ પત્નિ હિનાબેનને થઇ જતાં તેમણે પતિ જયેશને આવા ધંધા બંધ કરવા જણાવેલ. જેથી સારૂ નહીં લાગતા તેમજ લગ્ન જીવન દરમિયાન અગાવના લગ્ન જીવન દરમિયાન દિકરીને સંતાન હોય જેથી દિકરી ગમતી ન હોય. ઘરમાંથી કાઢી મુકવા ત્રાસ આપી પતિ જયેશ નાનજી બોરીચા, સસરા નાનજી બોરીચા, કમલેશ નાનજી બોરીચા, જીગા નાનજી બોરીચાએ ત્રાસ આપી મરી જવા મજબુર કરતા પોતે કંટાળી ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઇ લેતા મોત નિપજયાની માતા ગૌરીબેન ઉર્ફે ગીતાબેન કિરીટભાઇ ચૌહાણે બગસરા પોલીસ મથકમાં સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.