બગસરામાં પાલિકા દ્વારા ચાર મિલ્કતો સીલ કરાઇ

બગસરા, બગસરા વર્ષોથી બાકી વેરો ન ભરનાર સામે નગર પાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ કડક હાથ ધરવામાં આવી જેમાં ચાર બાકીદારોની મિલકત શીલ કરવામાં આવતા પાટીદારોમાં કપડાં ફેલાયો છે એક દિવસમાં પાલિકાએ રૂપિયા 1.95 લાખ ની વસુલાત હાથ ધરી હતી બગસરા નગરપાલિકા વેરો ભરી જવા માટે વારંવાર સૂચનાઓ આપતા મિલકત ધારકોએ નગરપાલિકાએ આપેલી નોટિસ ને ઘોળીને પી ગયા હતા જેથી નગરપાલિકા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર નસીત દ્વારા મિલકત ધારકો નો વેરો વર્ષોથી બાકી હોય તેની યાદી કરી બાકીદારોની મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.જેમાં વેરો ન ભરનાર ચાર મિલકતને પાલિકાએ સીલ મારી દીધી હતી પાલિકાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતાં રૂ 1.95 લાખ ની વસુલાત થઈ હતી નગરપાલિકા ના ચીફ ઓફિસર નસીત તથા તેની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરતા બાકીદારો માં ફફડાટ ફેલાયો છે આ ચાર મિલકત નો વેરો સાત દિવસ ની મુદતમાં ન ભરનાર ની મિલકત ની હરાજી કરવામાં આવશે.