બગસરામાં પોઝીટીવ દર્દીના ઘર આસપાસનો વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરી સીલ કરાયો

બગસરા,બગસરાના વતની અને સુરત શહેરમા રોજીરોટી રળવા માટે ગયેલા એક પરિવાર કોરોના વાઇરસના લીધે લોક ડાઉનનો કાયદો આવતા આ પરિવાર સુરતથી એસ.ટી બસ મારફત આ પરિવારના ચાર વ્યક્તિ બગસરા પાછા આવેલ ત્યારે તેમના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવતા અમરેલીથી કલેકટરશ્રી આયુશકુમાર ઓક તેમજ અમરેલી જિલ્લાના એસ.પી.શ્રી નિરાલિપ્ત રાય બગસરા દોડી આવેલ હતા ત્યારે આ પરિવારના કોરોના દર્દી સહિત 8 વ્યક્તિને અમરેલી ખાતે હોમ કોરોન્ટાઈ કરેલછે તેમજ આ પરિવાર જે એસ.ટી.બસમાં આવેલ તે તમામ મુસાફરોને અમરેલી ખાતે હોમ કોરોન્ટાઈ કરેલછે અને જ્યાં આ પરિવારનું રહેઠાણ આવેલછે તે વિસ્તારમાં પતરા મારીને વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યોછે તેમજ દર્દીના રહેઠાણથી 200મીટર સુધીમા આવતા રસ્તામા સેનેટાઈઝર કરીને એકવીસ દિવસ માટે કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યાછે તેમજ આ વિસ્તારમાં આશરે 1500લોકો રહેછે.
તેમના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે તંત્ર દ્વારા હોમ ડિલિવરીની સુવિધાઓ ઉપલબ્ધ કરીછે અને તંત્ર દ્વારા લોકોને આ વિસ્તારના રહીશોને બહાર ના નીકળવા પર પ્રતિબંધ મુકયોછે તેમજ આ બાળક ને તપાસ કરનાર ડો. ને સેલ્ફ કોરોન્ટાઇન તેમજ 3 નર્સ અને એક લેબ ટેક્નિશિયન ને હોમ કોરોન્ટાઇન કરવા માં આવ્યા છે આ ઘટના ઘટતા બગસરા નગર પાલિકા ના ઉપપ્રમુખ નિતેશ ડોડીયા તેમજ બગસરા નાગરિક બેન્ક ચેરમેન એ.વી. રિબડીયા બગસરા નાગરિક મંડળી ના ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆ દોડી આવેલ.
સી.એચ.સી. થી લઈને ગોંડલિયા ચોક બસ સ્ટેશન થી દલાલચોક સહિતના વિસ્તારો કન્ટેઇમેન્ટ જાહેર કરતા આ વિસ્તારોમાં રહેતા લોકો ઘરની બહાર ના નીકળે અને આ વિસ્તારોમાં કોઈ લોકો આવ જા ના કરી શકે તે માટે રસ્તાઓ સીલ કરી દીધાછે. છતાં જો આ વિસ્તારના લોકો ઘરની બહાર નીકળે અને બહારના લોકો આ વિસ્તારોમાં આટા ફેરા મારતા દેખાઈ આવે તેના માટે બગસરા મામલતદાર શ્રી તલાટ નાયબ મામલતદાર પ્રશાંતભાઈ ભીંડી બગસરા નગર પાલિકા ઉપ પ્રમુખ નિતેષ ડોડીયા હેડ ક્લાર્ક ભરતભાઈ ખીમસૂરિયા રશ્વિનભાઈ ડોડીયા નગર પાલિકા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી એ.વી.રીબડીયા સહિતના સરકારી અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો દ્વારા વ્યૂહરચના કરવામા આવેલ આ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવીછે.