બગસરામાં પ્રૌઢ અને બાબરામાં યુવાનનું ગળાફાંસો ખાઈ જતા મોત

અમરેલી,
બગસરા નવા જીનપરામા રહેતા સલીમભાઈ સીતારભાઈ મોર ઉ.વ.51 ના પંદર વર્ષ પહેલા છુટાછેડા થઈ જતા એકલવાયું જીવન જીવતા હોય. જેથી પોતે કંટાળી જઈ પોતાના ઘરે છતના લાકડા સાથે દોરી બાનધી ગળાફાંસો ખાઈ જતા મૃત્યું નિપજયાનું રહીમભાઈ સીતારભાઈ મોરએ બગસરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.જયારે બીજા બનાવમા બાબરામા મુળ રાજસ્થાનના અમરસીંગ પ્રભસિંહ રાવત ઉ.વ. 28 બે ત્રણ દિવસથી મજુરી કામ માટે બાબરા આવેલ .અને પોતે વતન રાજસ્થાન જવા આગલા દિવસે ઘરે સામાન તૈયાર કરેલ અને રાત્રિના પોતાની મેળે રૂમમા લાકડાના ઠેલ સાથે દોરડું બાનધી ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુન નિપજયાનું પીન્ટુુસિંગ હુકમસિંગ રાવતે બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ .