બગસરામાં ભોજલરામ શરાફી સહકારી મંડળીનો પ્રારંભ થયો.

બગસરા,ભોજલરામ શરાફી સહકારી મંડળી દ્વારા બગસરા ખાતે તેની વધારાને એક શાખાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભોજલરામ શરાફી સહકારી મંડળી ધારી દ્વારા છેલ્લા ઘણા સમયથી સહકારી ક્ષેત્રે કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી બગસરા તાલુકા દ્વારા શાખા શરૂ કરવા માગણી હોવાથી આજે ભોજલરામ શરાફી સહકારી મંડળી દ્વારા બગસરા ખાતે આપાગીગા ની જગ્યા ના મહંત જેરામ બાપુ તથા સ્વામિનારાયણ મંદિરના લક્ષ્મી પ્રસાદજી સ્વામીના હસ્તે તેની શાખાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ કસવાળા, મંત્રી મનસુખભાઈ રામાણી, સમર્થ શરાફી સહકારી મંડળીના ચેરમેન અનિલ ભાઈ વેકરીયા બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ ભાવેશભાઇ ડોબરીયા, મંત્રી સતિષભાઈ સતાસિયા, બી.આર.સી કૉ ઓર્ડીનેટર જગદીશભાઈ વેકરીયા,હસમુખભાઈ સાવલીયા, જયસુખભાઇ આસોદરીયા, મનસુખભાઈ વસ્તાણી, સુરેશભાઈ સભાયા,મધુકાન્તભાઈ બૉરડ,યોગેશભાઈ ગોંડલીયા વિનુભાઇ,તથા ડિરેક્ટરો અને સભાસદો  અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.