બગસરામાં મુખ્યમંત્રીશ્રીની સભા રદ્દ : હવે 31મીએ સભા

  • સ્વ.કેશુભાઇ પટેલનાં નિધનને કારણે ભાજપ દ્વારા તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યાં 
  • સ્વ.કેશુબાપાનાં નિધનથી ભાજપમાં ઘેરો શોક છવાયો : 31મીએ સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જાહેર સભાને સંબોધન કરશે

અમરેલી,
બગસરામાં તા.29મીએ મુખ્યમંત્રીશ્રી રૂપાણીની જાહેરસભા યોજાનાર હતી પણ પુર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇનાં નિધનથી હવે 31મીએ સાંજે 4 વાગ્યે જાહેર સભા મળશે. શ્રી કેશુભાઇનાં નિધનથી ભાજપમાં ઘેરો શોક છવાયો છે. ધારી, બગસરા, ખાંભા વિધાનભા પેટા ચુંટણી અંતર્ગત પેટા ચુંટણી અંતર્ગત ભાજપનાં ઉમેદવારશ્રી જે.વી.કાકડીયાને જંગી લીડ સાથે વિજય બનાવવા બગસરામાં તા.31 બપોરે 4 વાગ્યે ઉત્સવ મેદાન ખાતે વિરાટ જાહેરસભા યોજાનાર છે.
આ જાહેરસભામાં ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત પ્રદેશ ભાજપનાં યશસ્વી અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સંબોધન કરશે. પ્રદેશ ભાજપ દ્વારા યોજાનારી જંગી જાહેર સભામાં અમરેલી જિલ્લાભરમાંથી ભાજપ આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉમટી પડશે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની જાહેરસભાને કારણે ભાજપ કાર્યકરો આગેવાનોમાં નવા જોમ અને જુસ્સામાં વધારો થયો છે.