બગસરામાં શાકમાર્કેટનું સરપ્રાઇઝ ચેકીંગ કરાયું

  • કોરોના ગાઇડલાઇનનું પાલન કરે છે કે કેમ તેની મામલતદાર તથા નગરપાલિકા દ્વારા ચકાસણી કરી : દુકાનદારો માસ્ક પહેરેલા નજરે ચડયા
  • કલેકટરશ્રી આયુષકુમાર ઓકની સુચનાથી

બગસરા,
અમરેલી કલેકટરશ્રી ઓકની સુચનાથી બગસરા મામલતદાર શ્રી તલાટ અને નાયબ મામલતદાર શ્રી વડા તથા તેની ટીમ અને પાલિકા ચીફ ઓફીસરશ્રી નસીત, ડી.સી.ખીમસુરીયા અને પીઆઇશ્રી મકવાણા અને સ્ટાફે શાકમાર્કેટમાં સરપ્રાઇઝ ચેકીંગ કરતા શાકમાર્કેટના થડાવાળા તથા દુકાનદારો માસ્ક પહેરી વેપાર કરતા નજરે ચડયા હતા તેથી તંત્ર દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આ સિવાય બજારોમાં અમુક લોકોને માસ્ક ન પહેરનારને ફરી વાર માસ્ક નહી પહેરો તો દંડ આપીશુ તેવી સુચના આપી હતી અને બજારમાં ફર્યા હતા અમુક લોકોને બે બે વખત સુચનાઓ આપી છતા માસ્ક પહેર્યા ન હતા તેને દંડ ફટકાર્યો હતો અને કુલ 4000 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.