બગસરામાં શ્રી ભંડેરીની ઉપસ્થિતિમાં કોંગ્રેસીઓનાં કેસરીયા

  • ધારી વિધાનસભાની પેટા ચુંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે કોંગ્રેસને ફટકો
  • બગસરા તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યો તથા અનેક સરપંચો પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
  • ભાજપનાં પ્રદેશ આગેવાનોએ નવા આવેલા કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોને ખેસ પહેરાવી આવકાર્યા
  • ભાજપના નેતાઓ શ્રી ભંડેરી, શ્રી સંઘાણી, શ્રી કાછડીયા, શ્રી વઘાસીયા, શ્રી ઉંધાડની ઉપસ્થિતિ
  • બગસરામાં હતાશ થયેલ કોંગ્રેસના ગઢનો ભુકકો કોંગ્રેસ છોડી ભાજપની વિકાસની રાજનિતી સ્વીકારી

અમરેલી, (ડેસ્ક રિપોર્ટર)
ધારી બગસરા વિધાનસભાના ચુંટણી પદમ વાગી રહયા છે ત્યારે ભાજપ દ્વારા આગામી ચુંટણીની તૈયારીના ભાગરૂપે બગસરા શહેર તાલુકાના ભાજપ કાર્યકરોની બેઠકનું આયોજન થયુ હતુ જેમાં ભાજપ દ્વારા નગારે ઘા કરીને અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. છીન્ન ભીન્ન અને હતાશ થયેલ કોંગ્રેસ અમરેલી જિલ્લામાં તુટી રહી છે ભાજપના દીગ્ગજ આગેવાન એવા મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને ધારી વિધાનસભાના ઇન્ચા. શ્રી ધનસુખભાઇ ભંડેરી, રાષ્ટ્રીય સહકારી નેતા શ્રી દિલીપભાઇ સંઘાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હીરપરા, જિલ્લા પ્રભારી ભરતભાઇ ગાજીપરા, પુર્વ મંત્રીશ્રી વી.વી. વઘાસીયા, જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા શુકલભાઇ બલદાણીયા, પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડ, મનસુખભાઇ ભુવા, બાલુભાઇ તંતી, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ, કમલેશભાઇ કાનાણી, કૌશીકભાઇ વેકરીયા, રિતેષભાઇ સોની, રાજુભાઇ ગીડા, બગસરા યાર્ડના ચેરમેન કાંતીભાઇ સતાસીયાની હાજરીમાં પુર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયાના સમર્થકોએ તેની હાજરીમાં જભાજપમાં પ્રવેશ કર્યો છે જેમાં પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ડી.કે. સદસ્ય મુકેશભાઇ રાખોલીયા, અશોકભાઇ મકવાણા, પીઠડીયા સરપંચ ચંદુભાઇ નાકરાણી, માવજીંજવા સરપંચ જયંતીભાઇ તળાવીયા, હાલરીયા સરપંચ ભરતભાઇ કોરાટ, કાગદડી સરપંચ વિનુભાઇ કાનાણી, અશ્ર્વિનભાઇ કોરાટ, મધ્ાુભાઇ વેકરીયા, નારણભાઇ વઘાસીયા, જયસુખભાઇ ખેતાણી, વિરોધ કોંગ્રેસના હરેશભાઇ રાખોલીયા, જુના વાઘણીયાના સભ્ય મનહરભાઇ બાબરીયા, દલપતભાઇ રાખોલીયા, મયુરભાઇ વેકરીયા, પ્રીન્સ રાખોલીયા, વિઠલભાઇ ખોરાસીયા, જુના વાઘણીયાના રમેશભાઇ ગઢીયા, અરવિંદભાઇ તળાવીયા સહિતના આગેવાનો કોંગ્રેસ છોડી વિકાસની રાજનીતીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવા ભાજપમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના રમેશભાઇ સતાસીયા, વિપુલભાઇ કયાળા, મનુભાઇ પાટડીયા, ધીરૂભાઇ માયાણી, પ્રવિણભાઇ રફાળીયા, તેમજ શહેર ભાજપમાં એ.વી. રીબડીયા, મુકેશ ગોંડલીયા, ભાવેશ મસરાણી, રશ્ર્વિનભાઇ ડોડીયા સહિત પાલીકા પ્રમુખ અને સભ્યો તથા ભાજપના હોદેદારો અને કાર્યકરો હાજર રહયા હતા.