- બે દિવસથી સતત વરસાદને કારણે મકાન ગરક થયું
બગસરા,
બગસરા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે નદીપરા વિસ્તારમાં ચંદુભાઇ નાથાભાઇ દેવીપુજકનું મકાન ધરાશાયી થતા 10 કુકડા, બે બકરા સહિત દોઢ લાખનું નુકશાન થયુ છે આસપાસના રહીશો મદદ માટે દોડી ગયા હતા. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. બાજુમાં જ સાંતલડી નદી બે કાંઠે વહી રહી છે જ્યારે આસપાસના મકાનમાં રહેતા લોકો સંપર્ક વિહોણા થઇ ગયા હતા આ બનાવની જાણ થતા મામલતદાર શ્રી તલાટ, અને પાલીકાના કર્મચારીઓ દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી.