બગસરામાં 70 વર્ષથી ચાલતો આરીભરતનો ઉધોગ પડી ભાંગશે

બગસરા,બગસરાના આરીભરતના ઉધોગનું બે દાયકા પહેલા પુરા વિશ્ર્વમાં નામ હતું. આરીભરતનો ઉધોગ બગસરામાં છેલ્લા 70 વર્ષથી ચાલી રહયો છે. બગસરાના આરી ભરત અને ગોલ્ડ પ્લેેટીંગની ઓળખ પુરા દેશમાં છે. જયારે છેલ્લા બે દાયકાથી આરીભરતનો ઉધોગ દિવસેને દિવસે મૃત હાલતમાં જતો જાય છે. બગસરા શહેરમાં આશરે 7000 કારીગરો કામ કરી પોતાની રોજી રોટી મેળવી રહયા હતા. જયારે છેલ્લા બે દાયકાથી આ આરીભરત વ્યવસાને દિવસે ને દિવસે મંદીનો ભરડો લાગી ગયો છે. તંત્રને આ વ્યવસાયને ફરી મજબુત કરવા અનેકવાર રજુઆતો કરવા છતાં આજ સુધી કોઇ તંત્રએ કોઇ પણ જાતની ગંભીરતા લીધી નથી. અને લોકોને બેકારીમાં ધકેેલી દીધા છે. અને આરીભરત ઉધોગ કેમ મજબુત થાય અને દરેક લોકોને રોજીરોટી મળી રહે તેવી કોઇ તંત્રએ લોકોની પરવા કરી નથી અને છેલ્લા બે દાયકાથી આ ઉધોગ પડી ભાગ્યો છે. હાલ જે લોકો આરીભરતનો વ્યવસાય કરી પોતાનું ભરણ પોષણ કરી રહયા છે.
તેમનો ઉધોગ લોકડાઉન થતાં છેલ્લા બે મહીનાથી બંધ છે અને આ કારીગરો પાસે બીજી આજીવીકાનું કોઇ સાધન નથી તેમજ આ ઉધોગ મૃત હાલતમાં હોવાથી કોઇ કારીગરો આર્થિક સક્ષમ નથી. દરેક આરીભરતના કારીગરો આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવે છે. હાલમાં લોક ડાઉનમાં નાના નાના ઉધોગને છુટછાટ આપવામાં આવી ત્યારે આરીભરતનો ઉધોગ અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઇ શહેર સાથે જોડાયેલો છે. જયાં કન્ટેનમેટ વિસ્તારમાં વેપારીઓ તથા કાચો માલ સામાનના વેપારીઓ આવેલા હોવાથી જયાં સુધી આ મેગા સીટી સંપૂર્ણ પણે ખુલશે નહીં ત્યાં સુધી આરીભરતનો વ્યવસાય થશે નહીં. અને બગસરાના આરીભરતના કારીગરોની સ્થિતિ દયનિય બની ગયેલ છે. ત્યારે સરકારશ્રીએ આવા નાના – નાના ઉધોગ પડી ભાંગી રહયા છે ત્યારે આરીભરત જેવા ઉધોગના કારીગરોને તાત્કાલીકના ધોરણે આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની ખાસ જરૂરત છે. અને આરીભરત ઉધોગને લધ્ાુઉધોગમાં સરકારશ્રીએ સમાવેશ કરી આ ઉધોગને ફરી બેઠો કરી મજબુત કરવા જહેમત ઉઠાવવી પડશે. બગસરામાં આરીભરત ઉધોગ કોઇ એશોસીએશન ધરાવતો ન હોય અને સરકારથીના દફતરે આરીભરત ઉધોગનું નામ ન હોય. જેથી સકારશ્રીની આ ઉધોગ પર નજર પડતી નથી તંત્ર તથા આગેવાનો દ્વારા આ ઉધોગને બેઠો કરવા કયારેય પ્રયત્નો કરવામાં આવતા નથી. જેથી આ ઉધોગ મા – બાપ વગરનો ઉધોગ થઇ ગયો છે. સરકારશ્રી દ્વારા આ ઉધોગ બાબતે તાત્કાલિકના ધોરણે કોઇ પણ જાતના પ્રયત્નો કરવામાં નહીં આવે તો આ ઉધોગ બગસરા શહેરમાંથી સપૂર્ણ પણે નાશ પામેશે જેથી સરકારશ્રીને આ ઉધોગના કારીગરોને આર્થિક પેકેજ જાહેર કરી કારીગરોને મદદરૂપ થવામાં આવે તેવી આરીભરતના કારીગરોની માંગ ઉઠી છે.