બગસરામા મહિલાને કોરોના પોઝિટિવ

બગસરા,
બગસરા શહેરમા અમદાવાદથી તા.10/6/ના રોજ રેખાબેન નવનીતલાલ માંડલીયા ઉ.વ.51 વડાલફળી બગસરા આવેલ હતી ત્યારે સરકારી વિભાગ દ્વારા તેમના કોવિડ19ના સેમ્પલ લેવામાં આવેલ ત્યારે આજરોજ સરકારી વિભાગ દ્વારા તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે અમરેલી દાખલ કરેલ આ તકે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રીઆયુષકુમાર ઓક ની સૂચનાથી બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ.મકવાણા પી.એસ.આઈ રાઉલબગસરા મામલતદાર શ્રીતલાટ બગસરા નગર પાલિકાના ચિફઓફિસર ભાવનાબેન ગોસ્વામી નગરપાલિકાના ઉપ પ્રમુખ નિતેષ ડોડીયા હેડક્લાર્ક ભરતભાઈ ખીમસૂરિયા ફાયરફાઈટર વિભાગના અધિકારીઓ દ્વારા બગસરા શહેરના વડાલફળી વિસ્તારને સેનેટાઇઝર કરી આ વિસ્તારને કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો હતો.