બગસરામા 10 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ:તંત્રમાં દોડધામ:કલેક્ટરશ્રી તેમજ એસ.પી.શ્રી બગસરા દોડી ગયા

બગસરા,
બગસરાના વતની અને સુરત શહેરમા રોજીરોટી રળવા માટે ગયેલા એક પરિવાર કોરોના વાઇરસના લીધે લોક ડાઉનનો કાયદો આવતા આ પરિવાર સુરતથી એસ.ટી બસ મારફત આ પરિવારના ચાર વ્યક્તિ બગસરા પાછા આવેલ ત્યારે તેમના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવતા અમરેલીથી કલેકટરશ્રી આયુશકુમાર ઓક સાહેબ તેમજ અમરેલી જિલ્લાના એસ.પી.શ્રી નિરાલિપ્ત રાય સાહેબ બગસરા દોડી આવેલ હતા ત્યારે આ પરિવારના કોરોના દર્દી સહિત 8 વ્યક્તિને અમરેલી ખાતે હોમ કોરોન્ટાઈ કરેલછે તેમજ આ પરિવાર જે એસ.ટી.બસમાં આવેલ તે તમામ મુસાફરોને અમરેલી ખાતે હોમ કોરોન્ટાઈ કરેલછે અને જ્યાં આ પરિવારનું રહેઠાણ આવેલછે તે વિસ્તારમાં પતરા મારીને વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યોછે તેમજ દર્દીના રહેઠાણથી 200મીટર સુધીમા આવતા રસ્તામા સેનેટાઈજાર કરીને એકવીસ દિવસ માટે કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યાછે તેમજ આ વિસ્તારમાં આશરે 1500લોકો રહેછે તેમના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે તંત્ર દ્વારા હોમ ડિલિવરીની સુવિધાઓ ઉપલબ્ધ કરીછે અને તંત્ર દ્વારા લોકોને આ વિસ્તારના રહીશોને બહાર ના નીકળવા પર પ્રતિબંધ મુકયોછે તેમજ આ બાળક ને તપાસ કરનાર ડો. ને સેલ્ફ કોરોન્ટાઇન તેમજ 3 નર્સ અને એક લેબ ટેક્નિશિયન ને હોમ કોરોન્ટાઇન કરવા માં આવ્યા છે.
આ ઘટના ઘટતા બગસરા નગર પાલિકા ના ઉપપ્રમુખ નિતેશ ડોડીયા તેમજ બગસરા નાગરિક બેન્ક ચેરમેન એ.વી. રિબડીયા બગસરા નાગરિક મંડળી ના ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆ દોડી ગયા હતા.