અમરેલીનાં ચાડીયા ગામમાં પણ સીસીટીવી કેમેરા થી વોચ ગોઠવાઇ
અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાની મહામારીમાં પોલીસ તંત્ર દ્વારા સતત તકેદારીના પગલા લેવાઇ રહયા છે પોલીસે નવતર પ્રયોગના ભાગરૂપે બગસરા અને નાના ઝીંઝુડામાં કન્ટેઇન્ટમેન્ટ એરીયામાં બલુન લગાડયા છે જયારે અમરેલીના ચાડીયામાં ગામમા સીસીટીવી કેમેરા થી વોચ ગોઠવાઇ અને લોકોને કામ વગર બહાર ન નીકળા માટે અનુરોધ કરાઇ રહયો છે.