બગસરા અને મહારાષ્ટ્રના દારૂના ધંધાર્થી અજયરાજ ધાધલ અને સચિન વર્માની પાસા હેઠળ અટક કરાઇ

  • દારૂના ધંધાર્થીઓ સામે કલેકટરશ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાયની અવિરત ઝુંબેશ

અમરેલી, ગુજરાત સરકારના દારૂના ધંધાર્થીઓ સામે પાસાની કાર્યવાહી કરવાના નવા કાયદાની અમલવારી અમરેલી જિલ્લામાં કલેકટરશ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અવિરત શરૂ છે બગસરા અને મહારાષ્ટ્રના પાલઘરમાં વાઇનશોપ ચલાવનાર દારૂના ધંધાર્થીને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, દારૂની પ્રવૃતિઓ કરનાર સામે પાસા તડીપારની કાર્યવાહી કરવા એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા સુચના અપાઇ હોય બગસરાના પીઆઇ શ્રી એચ. કે મકવાણાએ બગસરાના બે વર્ષમાં દારૂબંધી ભંગના પાંચ ગુનામાં સંડોવાયેલ અજયરાજ દેવેન્દ્રભાઇ ધાધલની સામે પુરાવાઓ એકઠા કરી તેની પાસાની દરખાસ્ત એસપી મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપતા અસામાજીક પ્રવૃતી ઉપર અંકુશ લાવવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ અજયરાજ સામે પાસાનું વોરંટ ઇશ્યુ કરતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી કરમટા, શ્રી પૃથ્વીપાલસિંહ મોરી સહિતની ટીમે પાસાના વોરંટની બજવણી કરી અજયરાજને નડીયાદ જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. આ જ રીતે લાઠી પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના સવા ત્રણ લાખના સંડોવાયેલ અને મહારાષ્ટ્રમાંથી દારૂ સપ્લાય કરવામાં ભુમિકા ભજવનાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી ગામના ચેતન વાઇનશોપ ધરાવતા મુળ ઉતરપ્રદેશના વતની સચિન બંસીલાલ વર્મા ઉ.વ.21 ની પણ પાસા હેઠળ ધરપકડ કરી સ્પેશ્યલ જેલ પોરબંદર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.