બગસરા તાલુકાના મોટા મુંજીયાસરમાં સાતી હાંકતા ખેડૂત ટ્રેક્ટર સહિત કુવામાં પડી ગયો

બગસરા,
બગસરા તાલુકાના મોટા મુંજયાસર ગામે ધીરુભાઈ શામજીભાઈ રાદડિયા નામનો ખેડૂત બપોરના સમયે ખેતરમાં સાથી હાંકતા હતા એ સમય દરમ્યાન કુવા નજીક વળાક વાળવા જતા ટેકટર કુવા માં ઘસી ગયું જેમાં ખેડૂત સાથે કુવા માં પડી ગયો હતો. વિગત અનુસાર આજ રોજ ધીરુભાઈ તેની વાડીમાં સાથી હાંકતા હતા એ દરમ્યાન બપોરના 4વાગ્યાની આસપાસ ટેક્ટર દ્વારા ખેતીમાં કામ કરતા હતા ત્યારે વળાંક વાળવા જતા કુવામાં ટેકટર સાથેજ પડી ગયા હત.
આ ઘટના ની જાણ થતા બગસરા નગરપાલિકાના સેનેટર ઇન્સ. ભીખુભાઇ સોલંકી સહિત ફાયરફાઇટર સ્ટાફ સાથે આવી ગયા હતા તેમજ બગસરા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. રાઓલ સાહેબ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો એ ઘટના ની ધારી બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયા ને જાણ થતાં તેઓ પણ મોટા મુંજયાસર પહોંચ્યા હતા અને મુંજયાસરના તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પણ ટેક્ટર તેમજ વાડી માલિકને બહાર કાઢવા ભારે મહેનત કરી રહ્યા છે.