બગસરા નગરપાલિકામા ભાજપ સતા ઉપર આવ્યુ

બગસરા,બગસરા નગરપાલિકાની યોજાયેલ 28બેઠકોની ચુંટણીમા ભાજપના ઉમેદવારો 20 બેઠક ઉપર વિજેતા થયેલ તેમજ 8 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયેલ હતા ત્યારે આજ રોજ બગસરા નગરપાલિકામા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંતાધિકારી જનકાન્ત તેમજ ચીફ ઓફિસર નશીત તેમજ નાયબ મામલતદાર ઉપાધ્યાય તેમજ હેડ કલાર્ક ભરતભાઇ ખીમસૂરિયાની ઉપસ્થિતમા યોજવામાં આવેલ હતી આ વર્ણિમા બગસરા નગરપાલિકાના 28 સદસ્યો હાજર રહેલા હતા જેમાં અમરેલી થી ભાજપના મેન્ડેડ સાથે શરદભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપમાંથી પ્રમુખ પદની દરખાસ્ત પરેશભાઈ હીરાણીએ ઇન્દ્રકુમાર ખીમસૂરિયા દરખાસ્ત મુકેલ તેમજ ઉપપ્રમુખમાટે રાજુભાઇ ગીડાની દરખાસ્ત જ્યોત્સનાબેન રિબડીયા રજૂ કરેલ હતી જ્યારે કોંગ્રેસ માથી કોઈના નામ ના આવતા બગસરા નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ બિનહરીફ નિમણૂક કરવામાં આવેલ હતી આ તકે ભાજપના સક્રિય કાર્યકર્તા અને બગસરા અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સંજયભાઈ ધાણક પણ ઉપસ્થિત રહ્યા હતા આ વરની વખતે કોઈ અનિશ્ચિત બનાવ ના બને તેના માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત રાખવામા આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે કોરોના વાઇરસે પાછો ઉથલો માર્યોછે અને દિવસેને દિવસે અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યાછે ત્યારે આજરોજ બગસરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ બિન હરીફ થતા ભાજપના સદસ્યો દ્વારા સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા ઉડાવ્યા હતા જ્યારે કોંગ્રેસના સદસ્યોએ સોશિયલ ડિસ્ટન્ટનનું ચુસ્ત પને પાલન કરેલ હતુ.