બગસરા નજીકનાં લુંઘીયા ગામે યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
બગસરા તાલુકાના લુંઘીયા ગામે રહેતા અજયભાઇ વલકુભાઇ માથાસુરીયાની પત્નિનું બે માસ પહેલા ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ હતી. જેથી પોતાને લાગી આવતા તા.7/2ના પોતેપોતાની મેળે ઝેરીદવા પી જતા સારવાર માટે બગસરા સુજલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યું પામ્યાનું સુરેશ ઉર્ફે સુરજભાઇ માથાસુરીયાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.