બગસરા,
બગસરા તાલુકાના કડાયા ગામે ગુરુવારે બપોરના સમયે સોનુ સફાઈ કરી આપવા નું કારસ્તાન કરતા બે પરપ્રાંતી લોકો ગામમાં આવી પહોંચ્યા હતા. ઉપસરપંચ ને ખ્યાલ આવી જતા એક શખ્સ નાસી છૂટ્યો હતો જ્યારે બીજાને પોલીસ હવાલે કરાયો હતો.વિગત અનુસાર બગસરા તાલુકાના કડાયા ગામે સોનાના દાગીના ની સફાઈ કરનાર બે પરપ્રાંતિય સોના મા કેમિકલ નાખી સોનું ગરમ કરતા અને સોના નો અમુક અંશ ઉતારી લેવાનો પ્રયત્ન કરતા હતા. ગુરૂવાર બપોરના સમયે ગામમાં આ બે પરપ્રાંતીય લોકો બાઇક લઈને ઘરે ઘરે જતા નજરે આવતા ગામના ઉપસરપંચ રાજદીપભાઈ ધાધલ તેની પૂછપરછ કરતાં એક વ્યક્તિ નાસી છૂટ્યો હતો અને એક ઝડપાઈ ગયો હતો. લોકોની હાજરીમાં આ પરપ્રાંતિય વ્યક્તિનો સામાન ચેક કરતા સોનું ધોવા નો સામાન કેમિકલ એસિડ પાણી ગરમ કરવા નો સામાન મળી આવેલ. પોલીસ ને જાણ કરતા તાત્કાલિક આવી તેની અટક કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ આ જ ગામમાં એક પટેલ મહિલાનો આવી જ રીતે સોનુ સફાઈ કરવાના બનાવમાં ચેન લૂંટવાનો પ્રયાસ કરાયો હતો ગુરુવારે આવી કોઈ ઘટના બને તે પહેલા ઉપસરપંચની સમયસૂચકતાને પગલે ઘટના બનતી અટકી હતી.