બગસરા નજીક ખારીખીજડીયામાં પરીણીતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી
બગસરા તાલુકાના ખારીખીજડીયા ગામે શૈલેષભાઈ નાથાભાઈ મકવાણાએ તેના નાનાભાઈ સમીરને રૂ/-100 આપેલ જેથી પત્નિ યમુનાબેન શૈલેષભાઈ મકવાણાએ પૈસાની માંગણી કરતા પતિએ કહેલ કે પૈસા હાજરમા નથી પગાર આવશે એટલે હું તને આપીશ તેમ કહેતા યમુનાબેનને લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા મૃત્યું પામ્યાનું પતિ શૈલેષભાઈ મકવાણાએ બગસરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.