બગસરા, બગસરા મોટા મુંજીયાસર ગામ પાસે બે ફોરવ્હીલ ગાડી સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સવાર લોકોને નાની-મોટી ઈજાઓ થતા 108 મારફતે બગસરા સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ જેમાં પ્રીતિબેન રમેશભાઈ ચાવડા ઉંમર વર્ષ 23, ગોંડલીયા હેતાંશી જયેશભાઈ જેતપુર ઉંમર વર્ષ 23, હાર્દિક તાતાભાઈ પનાળા લીલીયા ઉંમર વર્ષ 24 , ઉમેનર બાબુભાઈ ગોધાણી ઉમર વર્ષ 37 તેમ 4 લોકોને ઈજાઓ થયેલ જેમાં બે લોકોને અમરેલી અને બે લોકોને જેતપુર રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.