બગસરા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર અઢી ઇંચ

  • રાજુલા, જાફરાબાદ, ખાંભા સીવાય તમામ સ્થળે હળવા ભારે ઝાપટાથી અઢી ઇંચ વરસાદ

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં આજે ધુપછછાવ ભર્યા વાતાવરણ વચ્ચે બપોરનાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં. મેઘગર્જનાં સાથે શહેર અને જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી અઢી ઇંચ જેવો વરસાદ પડ્યો હત. અમરેલી શહેરમાં દિવસ દરમિયાન હળવા ઝાપટા પડ્યાં હતાં. અમરેલી તાલુકાનાં ફતેપુર, ચાંપાથળ, વિઠલપુર, પીઠવાજાળ સહિત ખારા પાટ વિસ્તારનાં ગામોમાં એકઢી દોઢ ઇંચ વરસાદ પડ્યાનું સતીષ રાઠોડે જણાવ્યું હતું. જ્યારે લાઠીનાં અકાળામાં આજે બપોરે અડધો ઇંચ વરસાદ પડ્યાનું રાજુભાઇ વ્યાસે જણાવ્યું હતું. બાબરામાં આજે દિવસ દરમિયાન પોણો ઇંચ જેવો વરસાદ પડ્યાનું દિપકભાઇ કનૈયાએ જણાવેલ છે. અમરેલી નજીકનાં બાબાપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યાનું હસુભાઇ રાવળે જણાવ્યું હતું. ચલાલા શહેરમાં ધીમીધારે અડધા ઇંચથી વધારે વરસાદ પડ્યાનું પ્રકાશભાઇ કારીયાએ જણાવેલ. દામનગર શહેરમાં ધીમીધારે અડધો ઇંચ વરસાદ પડ્યાનું વિનોદભાઇ જયપાલે જણાવ્યું હતું. ધારી શહેરમાં ધીમીધારે પોણો ઇંચ વરસાદ પડ્યાનું ઉદયભાઇ ચોલેરાએ જણાવ્યું છે. જ્યારે ગીરકાંઠાનાં દલખાણીયા સહિત ગીરકાંઠાનાં ગામોમાં સવારે 10:30 થી બપોરનાં 3 સુધી ધીમીધારે વરસાદ પડ્યાનું યોગેશ સોલંકીએ જણાવ્યું છે. અમરેલી તાલુકાનાં ચિતલમાં બપોર બાદ એક ઇંચ વરસાદ પડ્યાનું ધર્મેશભાઇએ જણાવ્યું હતું. લીલીયા તાલુકાનાં હાથીગઢમાં બપોર બાદ ગાજવીજ સાથે અડધા કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યાનું શ્રીકાંતદાદા દવેએ જણકાવ્યું હતું. કુંકાવાવમાં બપોર બાદ હળવા ભારે ઝાપટા પડ્યાનું કિર્તીભાઇ જોષીએ જણાવ્યું છે. મોટા આંકડીયામાં આજે બપોર બાદ અડધો ઇંચ વરસાદ પડ્યાનું મનોજભાઇ ત્રીવેદીએ જણાવેલ જ્યારે લાઠી શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યાનું વિશાલભાઇ ડોડીયાએ જણાવેલ. બગસરા પંથકમાં છેલ્લા 12 કલાકમાં ધીમીધ ારે દોઢ ઇંચ વરસાદ પડી જતા મુંજીયાસર ડેમ ઓવરફ્લો થતા સાતલડી નદીમાં પુર આવ્યું હતું અને સારા વરસાદથી ખેડુતોમાં ખુશીનો માહલ જોવા મળ્યો છે. મુંજીયાસર ડેમ ઓવરફ્લો થતા નદીમાં પુર આવતા બેઠા પુલ તેમજ જાંજરીયાવાળો રસ્તો પાણી આવવાનાં કારણે બંધ થયાનું સમીર વિરાણીએ જણાવેલ. બગસરા શહેર અને આસપાસના ગામોમાં આજે વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તાલુકાના લુંઘયા, ભાડેર, મોણવેલ, શાપર, સુડાવડમાં 1કલાકમાં 2થી 2ાા ઇંચ વરસાદ પડી જતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. તેમજ ગામ બહાર પણ પાણી વહેતા થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારા અને ગરમી માંથી રાહત મેળવી હતી. બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. તેમ રૂપેશ રૂપારેલીયાએ જણાવેલ છે. અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 2 મીમી, ધારી 18મીમી, બાબરા 14 મીમી, લીલીયા 4 મીમી, વડીયા 11 મીમી, બગસરા 36 મીમી, લાઠી 12 મીમી, સાવરકુંડલા 1 મીમી વરસાદ નોંધાયો હતો.