બગસરા,
બગસરા પંથકમાં છેલ્લા બે દિવસથી અસંખ્ય બફારા બાદ મેઘ સવારી આવી પહોંચી વહેલી સવારથી જ સાંજ સુધીમાં ધીમીધારે બે ઇંચ જેવો વરસાદ પડયો હતો બગસરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા હોસ્પિટલ રોડ ગોંડલીયા ચોક શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં ઝાંઝરીયા લુંઘીયા મોટા મુંજિયા સર નાના મુંજીયાસર રફાળા આદપુર જેઠીયાવદર માંડવડા વગેરે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.