બગસરા પાલિકાના કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિહોણા

બગસરા ,

બગસરા પાલિકા ના કર્મચારીઓ ને છેલ્લા ત્રણ માસ થી પગાર અને પેન્શન નું ચૂકવણું કરવામાં આવ્યું નથી જેથી આ તમામ કર્મચારીઓ ને પોતાનું ઘર ચલાવવા માં મુશ્કેલી નો સામનો કરવો પડે છે પાલિકા સફાઈ કામદાર ને દર વખતે પગાર ચૂકવવા માં વિલંભ કરી રહી છે જ્યારે આ પાલિકા દ્વારા આ વખતે તો પોતાના કાયમી કર્મચારી અને પેન્શનરો ને પણ પગાર અને પેન્શન ચૂકવવા માં ઠાગાથૈયા સાં માટે આમ તો સફાઈ કામદાર નો તો દર વખતે બે મહિનાનો પગાર ચડતર હોય જ છે ત્યારે આ વખતે તો ત્રણ માસ થય ગયાં છતાં પગાર ચુકવણી થઇ નથી જ્યારે આવા સંજોગો માં સફાઈ કામદાર તો ઠીક પરંતુ કાયમી કર્મચારી પણ આર્થિક ભીંસ માં આવી જાય છે અને આર્થિક ભીંસ ના લીધી કોઈ અણબનાવ ના થાય તે માટે પાલિકા એ વહેલી તકે આ તમામ કર્મચારીઓ નો પગાર ચૂકવવા માટે કર્મચારીઓ માં ગણગણાટ શરૂ થયો છે જ્યારે પાલિકા માં કામ કરતા મોટા ભાગના કર્મચારી ઓ અને સફાઈ કામદાર ગરીબ ઘરના છે જ્યારે આવા લોકો ને સમયસર પગાર મળે તો પોતાની આર્થિક જરૂરિયાત પૂરી કરી સકે તે માટે સત્વરે પગાર નું ચૂકવણું કરવામાં આવે તેવી કર્મચારી ગણ દ્વારા માંગ ઉઠી છેજ્યારે આ બાબતે પાલિકા ઉપપ્રમુખ રાજુભાઇ ગીડા ને પૂછતા તેમને જણાવેલ કે ગ્રાન્ટ આવેલ નથી અને ગુજરાત સરકાર શ્રી ને ગ્રાન્ટ વહેલાસર કરી આપવા માટે રજૂઆત કરેલ છે ચાલુ માસ માં ગ્રાન્ટ મળી જાશે તેવી આશા વ્યક્ત કરેલ પરંતુ રોજમદાર કર્મચારીઓ ના પગાર અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નહિ તો રોજમદાર કર્મચારીઓ ટકે ટક નું લઈ ને ઘર ચલાવતા હોઈ છે અને તેમને બજાર માથી ઉધાર પણ કોઈ આપતું નથી તો તેનો જીવન નિર્વાહ કેમ કરવો સહિત ના ઘાતક પ્રશ્નો ઉભા થયા