બગસરા પાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરાઇ

બગસરા,
બગસરા નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સતત વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે તે ચીફ ઓફિસર નસીત સાહેબ વેરા વસુલાત શાખા ના કર્મચારીઓ તથા હેડ કલાર્ક બીસી ખીમસુરીયા દ્વારા ત્રણ માસથી સતત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં એક જ દિવસમાં નવલાખ જેવી રકમ બગસરા નગરપાલિકા વેરા વસૂલાત કરવામાં આવી હતી આ એ ઝુંબેશમાં નગરપાલિકા ના પ્રમુખ પરેશભાઈ ખીમસુરીયા તથા ઉપપ્રમુખ રાજુ ભાઈ ગીડા તથા નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના સભ્યો ના પ્રયાસોથી આ વેરા વસુલાત ની જુંબેશ માં સારી આવક એક જ દિવસમાં થયેલ છે.