- નગરપાલીકા પ્રમુખશ્રી રસીલાબેન પાથર અને ઉપપ્રમુખ નિતેષભાઇ ડોડીઆના વરદ હસ્તે
- ગાયત્રી મંદિરથી મહાજનના વંડા સુધીના રોડનું 240 લાખના ખર્ચે કામ શરૂ
બગસરા,
બગસરા નગરપાલીકા દ્વારા શહેરનો મુખ્ય માર્ગ એવા ગાયત્રી મંદિરથી મહાજનના વંડા સુધીના આરસીસી રોડનું ખાતમુહુર્ત પાલીકા પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેષ ડોડીઆના વરદ હસ્તે શાસ્ત્રોકવિધી સાથે ભુમિપુજન કરવામાં આવેલ આ આરસીસી રોડ રૂા. 240 લાખના ખર્ચે બનાવવામાં આવશે આ ખાતમુહુર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા, પુર્વ પ્રમુખ રશ્ર્વિનભાઇ ડોડીઆ, રેખાબેન પરમાર, જયંતિભાઇ વેકરીયા, ભાવેશભાઇ મશરાણી, મુકેશભાઇ ગોંડલીયા, રંજનબેન ગોહેલ, અશોકભાઇ પંડયા, ભુપતભાઇ ઉનાવા, હરેશભાઇ પટોળીયા, મહેશભાઇ માંડલીયા, દિનેશભાઇ ખોજા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.