બગસરા પોલિસ સ્ટેશનમાં દારૂનો નાશ કરાયો

  • એસપીશ્રી નિર્લિપ્ત રાય, પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નાશ કરાયો

બગસરા, બગસરામાં આજરોજ પોલીસ સ્ટેશનમા અમરેલી જિલ્લાના એસ.પી.શ્રી નિર્લિપરાય તેમજ ધારી પ્રાંતઅધિકારી શ્રીજનકાન્ત ની ઉપસ્થિતિમા આજરોજ બગસરા પોલીસ સ્ટેશનમા ધારી ખાંભા ચલાલા બગસરામાથી પકડાયેલ અંદાજીત 6000 બોટલ દારૂ અંદાજીત કિંમત 16 લાખથી વધારે કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ તકે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ પી.આઈ મકવાણા પી.એસ.આઈ.રાઓલ પોલિસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.