બગસરા મંડળી દ્વારા એસપીનાં હસ્તે ડીવીડન્ડ વિતરણ

બગસરા,

શ્રી બગસરા નાગરિક શરાકી મંડળીના વર્ષ ર20ર2/23ના સભાસદોને 15% લેખે રૂ.44,15,469/- ડિવિડન્ડ વિતરણનો શુભારંભ અમરેલી જીલ્લા એસ.પી.હિમકરસિંહ ના વરદ હસ્તે કરવામાં આવેલ. મંડળીએ વર્ષ 20ર2/23 દરમ્યાન કુલ 3,00,12,311/- નો નફો કરેલ જે માંથી નિયમાધિન સભાસદનુ જમાં શેરભંડોળ ઉપર 15% ડિવિડન્ડ ફાળવવામાં આવેલ મંડળીના સ્થાપક ચેરમેનશ્રી રશ્વિનભાઈ ડોડીઆએ સભાસદોનો મંડળી પ્રત્યેનો વિશ્વાસ ને વધુ મજબુત કરવા જહેમત ઉઠાવી રહેલ છે. અને આ તકે અમરેલી પોલીસવડા હિમકરસિંહ એ મંડળીની પ્રગતિને બિરદાવેલ. આ ડિવિડન્ડ વિતરણ સમારોહ માં મંડળીના જનરલ એમ.ડી.નિતેષ ડોડીઆ, ડીરેકટર હરીભાઈ ભટી, મહેશભાઈ વ્યાસ, યુસુફભાઈ ભારમલ, પ્રકાશભાઈ ભરખડા, વિણાબેન સરવૈયા જનરલ સેક્રેટરી ડી.જી.મહેતા સહિતના સભાસદો ઉપસ્થિત રહેલ.