બગસરા શહેરમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા : દોઢ લાખની ચોરી

બગસરા, બગસરામાં સ્વામિ વિવેકાનંદ સોસાયટી શેરી નં.6માં રહેતા રામકુભાઇ ખોડુભાઇ કહોરનાં રહેણાંક મકાનમાં તસ્કરોએ ત્રાટકી કબાટનાં તાળા તોડી સોનાની વિટી નંગ 3, 25 ગ્રામ સોનાનાં ચેઇન 20 ગ્રામ અને રોકડ રકમ રૂા.45 હજાર મળી કુલ 1 લાખ 50 હજારની મતા ચોરી કરી લઇ ગયાની રામકુભાઇ કહોરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કરી વિશેષ તપાસ પીઆઇશ્રી મકવાણાએ હાથ ધરી છે.