બગસરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોમિયોપેથીક દવા તેમજ આયુર્વેદિક દેશી ઉકાળાનું વિતરણ કરાયું

બગસરા ,
બગસરા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી ડી.ડી.ઓ અને આયુષ વિભાગ અને આયુર્વેદિક શાખા ના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસ પ્રતિરોધક હોમીઓપેથીક દવા અને આયુર્વેદિક ઉકાળાનુ સવારેથી વિતરણ શરૂ કરવામા આવ્યુ હતુ બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ડો.કાપડિયા સહિત ના સ્ટાફે સારી કામગીરી કરી હતી અને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે સવારના 9:00થી 11:00 ગુરુવાર સુધી નિયમિત વિતરણ કરવામા આવશે જેથી જન સમુદાય કોરોના વાયરસ સામે પ્રતિરોધ કરી શકે અને તેમને તેમણે વધુમા વધુ લોકો આ દવા નો લાભ લે તેવી વિનંતી કરેલ આ કાર્યક્રમમા આરોગ્યવિભાગના ડો.યાદવ સાહેબ ડો.એલવીસ દેત્રોજા સાહેબ અને બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો.ગૌરવ કાપડિયા દ્વારા લોકોને જાગૃત કરવા માટે જણાવ્યું હતુંકે લોકોને કોરોના વાયરસથી ડરવાને બદલે વારંવાર સાબુથી હાથ ધોવા અંગે પાણી ઉકાળીને પીવું ખાંસી કે છીંક આવે ત્યારે આડો રૂમાલ રાખવો જેવી બાબત પર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું