બગસરા, સાવરકુંડલા તેમજ ખાંભાનાં ભાજપના 10 કાર્યકરો પક્ષમાંથી સસ્પેન્ડ

  • ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓને પક્ષ વિરોધી પ્રવૃતી કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા ખળભળાટ

અમરેલી, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતી કરવા બદલ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી તથા તમામ પદથી બગસરા શહેર ભાજપના ઉપપ્રમુખ હિતેન્દ્રભાઇ મનજીભાઇ બોરીચા, મહિલા મોરચાના પુર્વ શહેર પ્રમુખ રેખાબેન અમૃતલાલ પરમાર, સક્રિય સભ્ય અલ્પેશભાઇ પરશોતમભાઇ ગોહેલ, પાલિકાના પુર્વ સભ્ય શિતલબેન અલ્પેશભાઇ ગોહેલ, અનુજાતી મોરચા શહેર ભાજપના પ્રમુખ નિતીનભાઇ કેશુભાઇ ગઢીયા અને સક્રિય સભ્ય અનિલભાઇ નરશીભાઇ શેખને તથા સાવરકુંડલા તાલુકા યુવા ભાજપના પુર્વ પ્રમુખ દિનેશભાઇ બાબુભાઇ લાડુમોર, સાવરકુંડલા શહેર યુવા ભાજપના પુર્વ મહામંત્રી પ્રકાશભાઇ ગેડીયા, ખાંભા તાલુકા પંચાયતના પુર્વ સભ્ય ગોબરભાઇ શિયાળ અને તાલુકા યુવા ભાજપના પુર્વ મહામંત્રી જશુભાઇ જીલુભાઇ મોઘને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશીક વેકરીયાએ સસ્પેન્ડ કરતા ભાજપ વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.