બજેટથી શેરબજાર ખુશખુશાલ: સેન્સેક્સમાં ઐતિહાસિક ૨૩૧૪ અંકનો ઉછાળો

  • થોડા જ કલાકોમાં રોકાણકારોએ ૪ લાખથી વધુની કમાણી કરી

    નાણાં પ્રધાને કરેલી બજેટની જાહેરાત બાદ આજે રોકાણકારોની ચાંદી થઇ ગઇ છે. જેમાં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને ૧,૯૦,૩૫,૩૩૫.૮૯ કરોડ થઈ છે. જ્યારે શુક્રવારે તે ૧,૮૬,૧૨,૬૪૪.૦૩ કરોડ હતી. એટલે કે, થોડા કલાકોમાં રોકાણકારોની સંપત્તિમાં ૪ લાખ કરોડથી વધુનો વધારો થયો છે.
    શેરબજારમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +૨,૩૧૪.૮૪ પોઇન્ટ એટલે ૫.૦૦% ટકાના ઉછાળા સાથે ૪૮,૬૦૦.૬૧ પર આગળ વધી બંધ રહૃાો છે. તેમજ નિટી +૬૪૬.૬૦ પોઇન્ટ એટલે ૪.૭૪% ટકાના વધારા સાથે ૧૪,૨૮૧.૨૦ પર બંધ રહી છે.
    નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણનું આ ત્રીજુ બજેટ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્વનું છે. બજેટથી શેરબજારમાં ઉછાળા આવ્યો છે. નિર્મલા સીતારમણના બજેટ પર ભાષણ દરમિયાન શેર?બજારમાં ઉછાળો આવવાનો શરૂ થઇ ગયો હતો. આજે સેન્સક્સ અને નિટી બંને ઇન્ડેક્સમાં સારી ખરીદી જોવા મળી છે. સેન્સેક્સ ૨,૩૧૪ પોઇન્ટની વૃદ્ધિ સાથે ૪૮,૬૦૦.૬૧ પર બંધ થયો છે. ઉપરાંત નિટી ૧૪,૨૮૧.૨૦ ની લેવલ પર છે.
    સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેક્ધ, આઇસીઆઇસી બેક્ધ, બજાજ ફાઈસર્વ, એસબીઆઇ, એચડીએફસી સહિતના શેર વધીને બંધ થયા હતા. ઈન્ડસઈન્ડ બેક્ધ ૧૭.૭૫ ટકા વધી ૯૭૧.૧૦ પર બંધ થયો હતો. જ્યારે આઇસીઆઇસી બેક્ધ ૧૨.૪૭ ટકા વધી ૬૦૩.૯૫ પર બંધ થયો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, એચયુએલ સહિતના શેર ઘટીને બંધ રહૃાા હતા. ડો.રેડ્ડી લેબ્સ ૩.૭૦ ટકા ઘટીને ૪૪૨૮.૬૦ પર બંધ થયો હતો. ટેક મહિન્દ્રા ૧.૫૮ ટકા ઘટીને ૯૪૬.૫૦ પર બંધ થયો હતો.
    બજેટના દિવસે શેર બજારની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં બજેટના દિવસે શેર બજારમાં ક્યારેક ઠંડુ તો ક્યારેક બિલકુલ નબળું રિએક્શન જોવા મળ્યું. બજેટના દિવસે ૧૦ વર્ષમાં માત્ર ત્રણ વખત જ સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો અને સાત વખત બજારને નિરાશા હાથ લાગી છે.