બજેટમાં આત્મનિર્ભરતાનું વિઝન,આ પ્રકારના બજેટ બહુ ઓછા મળે છે

  • પ્રધાનમંત્રી મોદીએ સામાન્ય જનતા માટેનું બજેટ ગણાવ્યું

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે બજેટમાં આત્મનિર્ભરતાનું વિઝન જોવા મળ્યું.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ૨૦૨૧ના બજેટની રજૂઆત બાદ વડાપ્રધાન મોદીએ પોતાનું સંબોધન કર્યું હતું. બજેટ અંગે કહૃાું કે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં બજેટ રજૂ કર્યું છે, કોરોનાથી દુનિયા પ્રભાવિત થઈ છે. ત્યારે ચાલુ વર્ષે બજેટમાં દેશના દરેક નાગરિકોનો સમાવેશ થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, સામાન્ય જનતાઓ માટેનું બજેટ છે. સરકાર પોતાની જવાબદારી નિભાવી રહી છે, બજેટ નિયમો અને પ્રક્રિયાઓને સરળ બનાવશે, ઇઝ ઓફ લિિંવગને પ્રોત્સાહન  આપતું બજેટ છે.

વડાપ્રધાનએ કહૃાું કે, આ બજેટ નવા ભારતના આત્મવિશ્ર્વાસને ઉજાગર કરનારું છે. આ બજેટથી દેશના ઈન્ફ્રરાસ્ટ્રકચરમાં મોટો ફેરફાર આવશે. આ સાથે યુવાનો માટે પણ નવી તક લઈ આવશે. આ પ્રકારના બજેટ બહુ ઓછા જોવા મળે છે. જેમની શરૂઆતમાં જ સારા પ્રતિભાવ આવતા હોય છે. વડાપ્રધાને કહૃાું કે, અનેક મુશ્કેલીઓ વચ્ચે અમારી સરકારે બજેટને ટ્રાન્સપરન્ટ બનાવવાની કોશિશ કરાઈ છે. અને ભારત કોરોના કાળમાં પણ પ્રો-એક્ટિવ રહૃાું છે.